તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th June 2024
સૌરાષ્ટ્રમાં ૪.૯૬ ટકા વરસાદઃ ગુજરાતમાં સરેરાશ ૩.૬૩ ટકા
યૂં ગરજે, યૂં બરસે બાદલ, હવા ભી જોર સે ચલતી હૈ, મુઝે બતાદો એ ચલતે બાદલ, બારિશ કહાં પે રહતી હૈ.... રાજયનો જુનનો સરેરાશ વરસાદ માત્ર સવા ઇંચઃ ૪૮ તાલુકાઓમાં ર થી પ ઇંચ : ૪પ તાલુકાઓમાં એક છાંટો'ય પડયો નથી

રાજકોટ, તા., ર૪: ગુજરાતવાસીઓ જેની કાગડોળે રાહ જોતા હતા તે મેઘસવારી આવી પહોંચી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહયો છે. વાદળો ગરજી રહયા છે. આકાશ ગોરંભાયેલું છે. સાર્વત્રીક જોરશોર વરસાદનો માહોલ છે. જુન મહિનાનો ઉતરાર્ધ છે. ત્યારે ચોમાસુ જામવાના એંધાણ છે. રાજયના બધા ઝોનમાં દક્ષિણ પછી સૌથી વધુ ૪.૯૬ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં પડયો છે. ગુજરાતનો સરેરાશ વરસાદ ૩.૬૩ ટકા થયો છે. વરસાદની ટકાવારીમાં હવે ઝડપથી વધારો થવાની આશા છે. ૪પ તાલુકાઓ હજુ મેઘસવારીથી પ્રતીક્ષામાં છે.
કચ્છમાં સરેરાશ ર.ર૧ ટકા, ઉતર ગુજરાતમાં ૦.પ૮ ટકા, મધ્ય ગુજરાતમા઼ ર.૬પ ટકા, સૌરાષ્ટ્રમાં ૪.૯૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૪.૯૯ ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો ઉતર અને સૌથી વધુ દક્ષિણમાં વરસાદ છે. વરસાદની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત લગોલગ છે. રાજયનો સરેરાશ વરસાદ ૩.૬૩ ટકા જેટલો થયો છે. હવે એકધારી ટકાવારી વધે તેવા સંજોગો છે.
રાજયમાં જુન મહિનાનો સરેરાશ વરસાદ ૩ર.૬ મી.મી. થયો છે. ખેતી અને પીવાના પાણીની દ્રષ્ટિએ જુન તથા જુલાઇ મહિનો સૌથી અગત્યનો ગણાય છે. ૧૪૬ તાલુકાઓમાં ર ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો છે. ૪૮ તાલુકાઓમાં ર થી પ ઇંચ વરસાદ પડયો છે. ૧૦ તાલુકાઓમાં સરેરાશ પ થી ૧૦ ઇંચ વરસાદ થયો છે. માત્ર ૧ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ છે. હજુ ગુજરાતના ૪૦ તાલુકાઓ કોરાધાકોડ છે. આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ છેલ્લા ર૪ કલાકમાં ૧૩૦ તાલુકાઓમાં સરેરાશ ૮.૭૮ મી.મી. વરસાદ પડયો છે. મોટાભાગના વિસ્તારોમાં ખરીફ વાવણી શરૂ થઇ ગઇ છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
