તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th June 2024
જવાહરભાઇને નાનુ-મોટુ દુઃખ હશે તો ભાજપ વાત કરીને નિરાકરણ લાવશેઃ રૂષિકેશ પટેલ
મહેસાણાના વિસનગરમાં ભાજપના પ્રવકતાની પ્રતિક્રિયા

ગાંધીનગરઃતા.૨૪: મહેરસાણાના વિસનગરમાં ઋષિકેશભાઇ પટેલે જવાહરભાઇ ચાવડાની ભાજપ પ્રત્યેની નારાજગી પર પ્રતિક્રિયા આપી છે, તેમનું કહેવું છે કે વ્યકિતગત હું કઇ નહી શકુ, જે પણ વિષય હશે તેને લઇ જવાહરભાઇ ચાવડા સાથે વાત કરીશું કયાંક પણ એમને નાનુ મોટું દુઃખ હશે તો ભારતીય જનતા પાર્ટી તેમની સાથે વાત કરશે. ઘર હોય તો એમાં પણ બે ચાર લોકો વિરૂધ્ધ આવી વાતો થતી હોય ત્યારે આવડી મોટી પાર્ટી છે ત્યારે બધુ જ યોગ્ય થશે.
અન્ને ઉલ્લેખનીય છે કે જવાહરભાઇ ચાવડાએ મનસુખ માંડવીયાને ઉદેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે,મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મે છ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં અભિયાન ચલાવીને ૭૫ હજારથી વધુ પરીવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. અન્ને ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં જવાહરભાઇ ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢ લોકસભામાં અને માણાવદર વિધાનસભા પેટા ચુંટણીના પ્રચાર-પ્રસારણમાં અલિપ્ત રહ્યા બાદ અચાનક પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા જાહેરમાં દેખાયા હતા અને ભાજપના ઉમેદવારોને હરાવવા પ્રયાસો કર્યાના આક્ષેપો બાદ તેઓએ માણાવદરમાં સમર્થકો સાથે બેઠક યોજતા આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. જયારથી લોકસભાની ચુંટણી જાહેર થયેલ છે. ત્યારથી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા ભાજપના એકેય સભા સરઘસ, બેઠકોમાં ગેરહાજર જોવા મળ્યા હતા. વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ઉડીને આખે વળગી હતી
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
