તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ટાટા એઆઇજીએ અમદાવાદની ૮૧ સહિત ગુજરાતની ૨૮૬ હોસ્પિટલોને કરી ડિલિસ્ટ
વીમા ગ્રાહકો માટે ૧૫ જુલાઇથી કેશલેસ ફેસેલીટી બંધ આહના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલો ટાટા એઆઇજીનો બહિષ્કાર કરશે

અમદાવાદ,તા. ૨૪: ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએઅમદાવાદની ૮૧ સહિત ગુજરાતની ૨૮૬ હોસ્પિટલોને ડિલિસ્ટ કરી છે. તેથી અમદાવાદની હોસ્પિટલો ટાટા AIGનાં ગ્રાહકો માટે ૧૫ જુલાઈથી કેશલેસ સેવા બંધ કરશે. તેમજ વીમા કંપનીના નિર્ણય સામે આહના કોર્ટમાં જશે. તથા ૧૫મી જુલાઈથી વીમા ગ્રાહકો માટે કેશલેસ સેવા બંધ તેમજ રિઈમ્બર્સમેન્ટમાં પણ મદદ કરાશે નહિ.
વીમા કંપનીના આ નિર્ણય સામે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના)એ વીમા કંપનીને કોર્ટમાં ખેંચી જવા નોટિસ બજાવી છે અને એક કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.
આ સાથે જ જો પ્રશ્નનો ઉકેલ ના આવે તો આગામી ૧૫મી જુલાઈથી આહના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલો ટાટા એઆઈજીનો બહિષ્કાર કરશે, જેમાં વીમો ધરાવતા ગ્રાહકોની કેશલેસ સેવા બંધ કરાશે તેમજ રિઈમ્બર્સમેન્ટ બાબતે પણ સહયોગ નહિ અપાય. આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, વીમા કંપનીએ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વીમા હોસ્પિટલોને ડિલિસ્ટ કરી છે. હોસ્પિટલોએ જયારે ડિલિસ્ટ મામલે સવાલો કર્યા ત્યારે કંપનીના અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
