<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

અમદાવાદમાં ૨ દિ'માં રોંગ સાઇડ વાહન ચલાવનાર ૩૭૦ લોકો સામે ફરિયાદ નોંધાઇ

અમદાવાદ તા. ૨૪ : શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસમાં જ ૩૭૦ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના વાહન જપ્ત કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.ઙ્ગ

અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે બીજા દિવસે ૨૧૦ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ દિવસે ૧૬૦ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતને રોકવા માટે રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઇડમાં વાહન ચલાવનારા લોકોની અટકાયત કરીને તમામ સામે IPC ૧૮૪ અને મોટર વિહિકલ એકટ ૨૭૯ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. ભય જનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદમાં રોંગસાઇડ જતા વાહનોને કારણે અનેક ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૨૨મી જુનથી ૩૦ જુન દરમિયાન વિશેષ ડ્રાઇવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વાહનચાલક સામે IPCની કલમ ૨૭૯ અને મોટર વ્હીકલ એકટની કલમ ૧૮૪ હેઠળ ફરિયાદ નોંધવાની સુચના પણ આપવામાં આવી હતી

(3:54 PM IST)