News of Monday, 24th June 2024
સચિવાલય આહીર પરિવાર દ્વારા યોજાયુ ગેટ ટુ ગેધર : નવી નિમણુંક પામેલ અધિકારીઓનું સન્માન

ગાંધીનગર : સચિવાલય સંવર્ગમાં આહીર સમાજના નવી નિમણુંક પામેલા ગુજરાતી સ્ટેનોગ્રાફરો, નાયબ સેકશન અધિકારીઓ તથા પ્રતિનિયુકિતથી મંત્રી મંડળ તથા સચિવાલય પરિસરમાં જુદા જુદા સંવર્ગમાં નિમણુંક પામેલા કર્મચારી-અધિકારીઓનું ગેટ ટુ ગેધર તાજેતરમાં યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં નવા સચિવાલય પરિસર, વિધાનસભા તથા સ્વર્ણિમ સંકુલમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. બઢતી પામેલા અધિકારીઓ તથા નવી નિમણુંક પામેલા કર્મચારીઓને પ્રેરણાદાયક પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આહીર સમાજના નવા તથા જુના દરેક સભ્યોએ પોતાનો પરીચય રજુ કરેલ. સચિવાલય સંવર્ગના ઉચ્ચ અધિકારીઓએ નવા સભ્યોને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૂ પાડેલ. સૌરાષ્ટ્રના ખમીરવંતા આહીર સમાજનો ભવ્ય વારસો અને ભાતિગળ સંસ્કૃતિ જળવાઇ રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
