<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

વર્લ્‍ડ કપના ગેરકાયદે પ્રસારણમાં પણ પાકિસ્‍તાન કનેક્‍શન!! અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ

અમદાવાદની શૈક્ષણિક સંસ્‍થાઓ ફૂંકી મારવામાં અને સુરતના મોલવી મામલે પાકિસ્‍તાની કનેક્‍શન ખુલ્‍યા બાદ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા સાયબર ક્રાઇમનો મોરચો ખોલવા સાથે સુરત સીપી સાથે પણ સંકલન સાધ્‍યું છે, રથયાત્રા અંતર્ગત આખી રણનીતિનો આ મહત્‍વનો નિર્ણય સાર્થક પુરવાર થયા : સાયબર ક્રાઇમનાં માસ્‍ટર માઇન્‍ડ અંગેની પીઆઇ કે.એમ.ભૂવા સીપી, જેસીપી શરદ સિંઘલ, ડીસીપી ડો. લવીના સિંહા, અને એસીપી હાર્દિક માંકડિયાનાં માર્ગદર્શનમાં પાર પડેલ સફળ ઓપરેશનની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવે છે

રાજકોટ તા. ૨૪ : અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય લોકોમાં કોમી સદભાવના વધે તેવા પ્રયાસો સાથે, અમદાવાદના શૈક્ષણિક સંકુલ  બોંબ દ્વારા ફૂંકી મારવાના ઇ મેઈલમાં પાકિસ્‍તાની કનેક્‍શન ખુલ્‍યા બાદ ગુજરાત બીએસએફ વડા રહી ચૂકેલા પોલીસ કમિશનર હવે દેશના બીજા નંબરના મોટા બંદોબસ્‍ત જેવી રથયાત્રા અંતર્ગત સેકટર વડા નીરજ બડ ગુજ્જર ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી અજિત રાંજીયાંન સાથે સાયબર ક્રાઈમ પર પણ બાજ નજર રાખવા માટે ડીસીપી ડો. લવીનાસિંહા સહિત સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ મોરચે રણનીતિ અગાઉથી તૈયાર કરવાના પ્રયાસો દરમિયાન એસીપી હાર્દિક માંકડિયા ટીમના પીઆઇ કે. એમ.ભૂવા ટીમને વર્લ્‍ડ કપ મેચમાં ક્રિકેટ સટ્ટા અર્થે ગેરકાયદે પ્રસારણ કરતી ગેંગના પર્દાફાશ સાથે તેના તાર પાકિસ્‍તાન સાથે જોડતા તપાસનો ધમધમાટ બોલી રહ્યો છે. ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં સાયબર ક્રાઇમ પીઆઇ કે.એમ.ભૂવા દ્વારા મહત્‍વની બાબતો પર પ્રકાશ પાડ્‍યો છે.

ગુનાની તપાસ દરમ્‍યાન વેબસાઇટ બાબતે ટેકનિકલી માહિતી મેળવી તેનુ એનાલીસીસ કરતા જે સર્વર પરથી સ્‍ટ્રીમીંગ કરવામાં આવતુ હતુ મહેસાણા જિલ્લાના ઉંઝાના રહીશ દિવ્‍યાંશુ ભોગીલાલ પટેલ દ્વારા ખરીદ કરી તેનુ ડેવલોપીંગ કરવામાં આવતુ હોવાની હકિકત જણાઇ આવતા આ ઇસમની ગેરકાયદેસર સ્‍ટ્રીમીંગ કરવા માટેના કોમ્‍પ્‍યુટર સીપીયુ-૦૩, મોનીટર-૦૪, લેપટોપ-૦૧, આઇપેડ-૦૧, રાઉટર-૦૬, વિદેશી ડેબીડકાર્ડ-૦૬, મોબાઇલફોન-૦૨ મળી કુલ કિંમત રૂપિયા ૬૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર આરોપીએ આઇ.ટી. એન્‍જીનીયરીંગ નો બે વર્ષનો કોર્ષ મહેસાણા IANT સંસ્‍થામાંથી કરેલ છે.

આરોપી સને ૨૦૧૧-૨૦૧૨ થી વેબ ડેવલોપરનુ કામ શીખેલ હોય તેના મિત્ર શુભમ સતિષભાઇ પટેલ, રહે. આદર્શનગર, ઉંઝા કે જે છેલ્લા બે વર્ષથી કેનેડા ખાતે રહેતો હોય તે અલગ અલગ વેબસાઇટ ઉપર સ્‍ટ્રીમીંગ આપવા સારું પ્રોગ્રામીંગ તથા સ્‍ટ્રીમીંગમાં કોઇ ખામી આવે તો તેને સોલ્‍વ કરવાનું કામ આપતો હોય તેના કહ્યા પ્રમાણે આરોપી જે પણ કામ આવે તે કરી આપતો હતો. સને ૨૦૨૦ માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્‍યાંશુ પટેલે ss247.life તથા ss247.live નામનુ ડોમેન પોતાના નામે ખરીદ કરીને તેના ડેવલોપીંગનું કામ શુભમ પટેલના કહેવા પ્રમાણે કરી અલગ અલગ વેબસાઇટ પર ગેરકાયદેસર સ્‍ટ્રીમીંગ વીડીયો લઇ ભાડે રાખેલા મીડીયા સર્વરો ઉપર અપલોડ કરતો હતો અને આ કામગીરીમાં ઉંઝાના હર્ષ મુકેશભાઇ પટેલ પણ શુભમ પટેલના કહેવા પ્રમાણે કામગીરી કરતો હતો અને ત્‍યારબાદ આગળની પ્રોસેસ શુભમ સતિષભાઇ પટેલ દ્વારા કેનેડાથી કરવામાં આવતી હતી.

સદર ત્રણે આરોપી ક્રિકેટની ગેરકાયદેસર સ્‍ટ્રીમિંગ પાકિસ્‍તાનના પંજાબમાં રહેતા અજહર અમીન જે ડીશ ટીવી નેટવર્ક નો ધંધો કરે છે. તેમની પાસેથી મેળવતા હતા જેના માટે તેને રૂપિયા શુભમ પટેલ કેનેડાથી ચૂકવતો હતો.

આમ આ ગેરકાયદેસર સ્‍ટ્રીમીંગની કામગીરી શુભમ સતિષભાઇ પટેલ, હર્ષ મુકેશભાઇ પટેલ અને આરોપી દિવ્‍યાંશુ ભોગીલાલ પટેલ અને અજહર અમીન એકબીજાના સતત સંપર્કમાં રહી કરતા હતા.

આરોપીઓ આ સ્‍ટ્રીમીંગની સર્વિસ Magicwin360.net નામની વેબસાઇટ તથા અન્‍ય વેબસાઇટો ને આપતા હતા.

Magicwin બાબતે ટેકનિકલી માહિતી મેળવી એનાલીસીસ કરતા વેબસાઇટ પર ઇલીગલ સ્‍ટ્રીમીંગની પ્રવૃતિથી ગેરકાયદેસર બેટીંગ/ગેમીંગની પ્રવૃતિ કરવામાં આવતી હતી અને અલગ અલગ ભારતીય બેંકોના બોગસ ખોલવામાં આવેલ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. Magicwin માં લીંક કરેલ બેંક એકાઉન્‍ટોની માહિતી મેળવી બેંક ખાતા ધારકોની તપાસ કરતા ઇન્‍ડ્‍સઇન્‍ડ બેંકના કર્મચારી આકાશગીરી ઉમેદગીરી ગોસ્‍વામી. ઉ.વ.૩૨, રહે. વાસણા, અમદાવાદ દ્વારા જુદા જુદા નાગરીકોના નામે બોગસ બેંક ખાતા બંધન બેંકમાં ખોલાવી અન્‍ય આરોપીઓને પ્રોવાઇડ કરતો હોય તેને પકડી ગુનાના કામે અટક કરી વધુ તપાસ અર્થે રીમાન્‍ડ મેળવી ગુનામાં સામેલ અન્‍ય ઇસમો બાબતે તપાસ ચાલુ છે. આ આરોપીએ ધોરણ-૧૨ સુધી અભ્‍યાસ કર્યાનું ખુલ્‍યું છે તેમ પી.આઇ. કે.એમ.ભુવા જણાવે છે.

(4:39 PM IST)