<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડ્રગ્સને લગતા 129 કેસ : 206 આરોપીની ધરપકડ: 222.14 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

વર્ષ 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં ડ્રગ્સના કુલ 1786 કેસ થયા જેમાં 2607 આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ : ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં  ડ્રગ્સને લગતા 129 કેસ કરવામાં આવ્યા છે. જેમા 206 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં નોંધાયેલા ડ્રગ્સને લગતા 129 કેસમાં 222 કરોડ 14 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં ડ્રગ્સના કુલ 1786 કેસ થયા છે. જેમાં 2607 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2021થી 2024 સુધીના 1786 કેસમાં 87,605.49 કિલો ડ્રગ પકડવામાં આવ્યું છે. જેની કિંમત 9676 કરોડ રૂપિયા અંદાજવામાં આવેલ છે. કુલ 28 ક્વોલિટી કેસ કરવામાં આવ્યા

(6:46 PM IST)