<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ધોળકાના મોટીબોરૂમાં વીજ સબ સ્ટેશન નાખવા મામલે જમીન સંપાદન અંગે ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો

ખેડૂતોએ રજુઆત કરતા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી

અમદાવાદ: ધોળકાના મોટીબોરૂમાં વીજ સબ સ્ટેશન નાખવા મામલે જમીન સંપાદન અંગે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોએ રજૂઆત કરી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સબ સ્ટેશન નખાય છે, 

  ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા પાવર સ્ટેશન નાખવાનું જાહેરનામુ બહાર પડાયુ હતુ. સરકારી પડતર જમીનમાં વીજ સબ સ્ટેશન બનાવામાં આવે તવી ખેડૂતો માગ કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ મુદ્દે CMને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી

(8:27 PM IST)