<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ :છીપવાડ અંડરપાસ અને મોગરવાડી પાસે પાણી ભરાઈ ગયા

અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ જતા બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી

વલસાડ : ગુજરાતમાં ચોમાસુ આગળ વધતા જ,  વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા છે.  અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ જતા બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી. વલસાડની આજૂબાજૂના 40 ગામને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.


 

(8:32 PM IST)