તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ:નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ:અશ્વિન નદીમાં પૂર
રાજપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં 200થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ સંપર્કવિહોણું બન્યું

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજપુરા ગામમાંથી અશ્વિન નદી પસાર થાય છે. નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે રાજપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં 200થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ સંપર્કવિહોણું બન્યું છે. પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે.
ક્વાંટ તાલુકાના નળવાંટ ગામ પાસેથી પણ અશ્વિન નદી પસાર થાય છે. અહીં નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ક્વાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું. કરા નદી બે કાંઠે વહી રહી છે. ચોમાસું બેસતાં જ કરા નદીમાં પુષ્કળ પાણી આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
છોટાઉદેપુરની હેરણ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. બોડેલી તાલુકાનો રાજવાસ ડેમ છલકાયો. રાજાશાહી વખતનો ડેમ છલકાતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુર જિલ્લાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું. જેને લઈ રસ્તો બંધ થતાં 25 ગામોને અસર થઈ હતી
. જાંબુઘોડા ગામમાં 2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઈનનું કરાયું હતું નિર્માણ. હજુ તો લોકાર્પણ થાય પહેલાં જ સ્લેબ ડ્રેઈનનો એપ્રોચ બેસી જતાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. કડુલીમહુડી ગામ પાસે વરસાદને લઈ ડુંગર પરથી માટી રસ્તા પર ધસી આવી હતી. જેને લઈ રોડ પર કાદવ-કીચડના થર જામતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
