તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ગૌણ સેવા દ્વારા નવી ભરતીની જાહેરાત, કુલ 500 જગ્યાઓ ભરાશે
1 જુલાઈથી 20 જુલાઈ 2024 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે તે 1 જુલાઈથી 20 જુલાઈ 2024 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા સહિતની અન્ય માહિતી મંડળ દ્વારા હવે જાહેર કરવામાં આવશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, મેનેજર (અતિથિગૃહ) ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે OJAS પર ઓનલાઈન અરજી કરવામાં આવશે
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
ખેતી મદદનીશ : 436 જગ્યાઓ
બાગાયત મદદનીશ: 52 જગ્યાઓ
મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
