<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

મોડીરાત્રે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ :વીજળીના કડાકાભડાકા સાથે અનેક વિસ્તારોમાં મેઘો તૂટી પડ્યો

એસ.જી. હાઇવે, વૈષ્ણોદેવી, ન્યુ રાણીપ, ગોતા, જગતપુરમાં વરસાદ ,મેઘાણીનગર, શાહીબાગ, નરોડા, કુબેરનગરમાં ગાજવીજ સાથે વરસાદ: નિકોલ, બાપુનગર, સીટીએમ, વાડજમાં પણ વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે.વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એસ.જી. હાઇવે, વૈષ્ણોદેવી, ન્યુ રાણીપ, ગોતા, જગતપુરમાં વરસાદ ખાબક્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, નરોડા, કુબેરનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. નિકોલ, બાપુનગર, સીટીએમ, વાડજમાં પણ વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મામૂલી વરસાદે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે.

(11:35 AM IST)