તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 25th June 2024
મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ ગુરૂવારના બદલે શનિવારે

ગાંધીનગર,તા. ૨૫: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમની આગામી કડી શનિવાર તા. ૨૯મી જુને યોજવામાં આવશે.
મુખ્યમંત્રી અને રાજયમંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તા. ૨૬ થી ૨૮ના દિવસો દરમિયાન રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાવાના હોવાના કારણે દર મહિને નિયમિત પણે ચોથા ગુરુવારે યોજાતા રાજય સ્વાગત કાર્યક્રમના દિવસમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજય સ્વાગતમાં રજૂઆત માટે આવનારા સૌ નાગરિકો- રજૂઆત કર્તાઓને આ ફેરફારની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
