News of Tuesday, 25th June 2024
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ: ખેડાના માતરમાં સૌથી વઘુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો
કલોલ, ચુડા અને મહેમદાબાદમાં 4 ઇંચ વરસાદ , ધંધુકા અને લાલપુરમાં 2.5 ઇંચ,તેમજ માણસા, ઓલપાડ,ખેડા, વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ :ગુજરાતમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડાના માતરમાં સૌથી વઘુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કલોલ, ચુડા અને મહેમદાબાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.
ધંધુકા અને લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ માણસા, ઓલપાડ,ખેડા, વાલોડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કલ્યાણપુર, વઘઇ, વ્યારા, દહેગામ, નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ વલસાડ, ભાણવડ, સંખેડા, ઘોઘંબા, કરજણ, ખેડબ્રહ્મામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બાવળા, ઉમરેઠ, ચોટીલા, બોટાદ અને આણંદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે.આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
