<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના માલપુર, બાયડ અને ભિલોડા વિસ્તારમાં મેઘમહેર : બાયડમાં ગાજવીજ એક ઇંચ વરસાદ

મોડાસા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો

મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના માલપુર, બાયડ અને ભિલોડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. બાયડ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈ ભારે બફારા બાદ રાહત સર્જાઈ હતી. માલપુરના અણિયોર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તાઓ પર પણ પાણી વહ્યા હતા. આમ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. મોડાસા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

(11:53 AM IST)