News of Tuesday, 25th June 2024
કા ૧ કરોડ આપો કા પુત્રના અપહરણ માટે તૈયાર રહો, વેપારીને ધમકી આપનાર અપરાધીઓ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપી લીધા
નોકરીમાંથી છૂટા કરેલ સ્ટાફે માલિક સામે બદલો લેવા ૧ ડઝન જેટલા અપરાધના આરોપીની મદદથી આખું કાવત્રુ રચેલ, જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ આર જી.જાડેજા તથા પીએસઆઈ આર. એન.બારૈયા ટીમની કાબિલેદાદ કામગીરી પંજાબ બોર્ડરથી ધમકી, આરોપીઓ રાજસ્થાનના, સોશ્યલ મીડિયા પર વાયરલ કિસ્સા અંગે લોકો જે જાણવા માગે છે તેની ભીતરી અને વિસ્તૃત કથા અકિલા સમક્ષ વડોદરા સીપી નરસિંહમાં કોમાર વર્ણવે છે

રાજકોટ તા. ૨૫ : ગુજરાતના અર્થાત્ વડોદરાના એક મોટા ગજાના વેપારીને પંજાબ બોર્ડર પરથી ધમકી મળે છે, કે ૧ કરોડ રૂપિયા આપો , આ રકમ નહિ આપો તો તમારા પુત્ર વિક્રમનું અપહરણ કરી લેશું, આવી ધમકીનો સીલસીલો ચાલુ રહેતા વેપારીએ પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમારને ફોન કરી પોતાની મુશ્કેલી વર્ણવતા તેઓએ તુરંત હિંમત આપી ક્રાઇમ બ્રાન્ચમાં મોકલી આપ્યા. આ સાથે જ જેસીપી મનોજ નીનામાં, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડ એક્ટિવ બની વિવિધ કસનીતીઓ બનાવી જે નંબર પરથી ફોન આવતા હતા તેના લોકેશન મેળવવા સાથે વિવિધ ટીમો બાતમીદારની ફોજ કામે લગાડવા સાથે આ મહત્વની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી. જાડેજાનાં નેતૃત્વ હેઠળ પીએસઆઈ આર.એન.બારૈયા ટીમ મેદાને પડી હતી.
વિવિધ ટીમો કાર્યરત થવા સાથે વેપારી સીતારામજી સાથે વિવિધ એંગ્લોમાં કોઈ દુશ્મની કે મતભેદ, માથાકૂટ થવા બાબતે પૂછપરછ શરૂ કરતાં પોતાના રાજસ્થાની માણસ દ્વારા યોગ્ય રીતે કામ ન કરવા બાબત વારંવાર ચેતવણી આપવા છતાં યોગ્ય રીતે ફરજ ન બજાવતા નોકરીમાંથી છૂટા કરેલ, તેવો દ્વારા તાજેતરમાં ફરી નોકરી માટે ફોન કર્યાનું જણાવતા આ મામલે સતત અપડેટ મેળવતા સીપી નરસિંહમાં કોમાર દ્વારા આ એન્ગલ પર ફોકસ કરવા માર્ગદર્શન આપતા ક્રાઇમ બ્રાન્ચ પણ આ દિશા વિચારતી હતી અને ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીઓની દ્રષ્ટિ આ એન્ગલ આસપાસ સ્થિર થયેલ હોય આ દિશામાં તપાસ દોડવા લાગી. આ આરોપીને ટેકનિકલ સર્વેલન્સ તથા અન્ય સોર્સ કામે લગાડી રાજસ્થાનના રાંમનિવાસ ઉર્ફ શ્યાંમને ઝડપી લીધો. અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા તથા પીએસઆઈ આર.એન.બારૈયા ટીમ દ્વારા આગવી ઢબે પૂછપરછ થતાં આ કારસો નોકરીમાંથી છૂટા કરતા કર્યા હોવાનું કબૂલ કરેલ.
વિશેષમાં આ ઉકત બાબતનો બદલો લેવા એક રીઢા ગુનેગાર જે આવા ધમકી, ખૂનના પ્રયાસ માટે જાણીતા શખ્શનો કોન્ટેક્ટ કરી કુખ્યાત પ્રહલાદ ઉર્ફ પીપીને વિશ્વાસમાં લેવા સાથે વેપારી પુત્ર માટે પોલીસને જાણ નહિ કરે અને૨૫ લાખ તો આસાનીથી આપી દેશે તેમ જણાવી સામેલ કરેલ. યોગાનુયોગ વડોદરામાં મળવાનું નક્કી હોવાનું અને અહી આવી રહ્યાનું જાણવા મળતા પકડાયેલ આરોપી સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમે તમામ રસ્તા પર હથિયારબંધ સ્ટાફ ગોઠવી રાખેલ. આરોપી હથિયાર રાખતો હોવાથી પોલીસ પર ફાયર કરે તેવી ભીતિથી ક્રાઇમ બ્રાન્ચ પણ પુરતી સાવધાની રાખી આરોપીને પકડી તેના કબજામાં રહેલ હથિયાર અને કારતૂસ કબ્જે કરી લીધા, આમ સીપીથી માંડી પીસી સુધીના ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફની જાગૃતિથી આખું કાવત્રું છિન્ન ભિન્ન થયેલ
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
