તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
સવારે 6 થી 8 દરમિયાન રાજ્યના 52 તાલુકામાં મેઘમહેર :વડોદરા અને પંચમહાલ જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ
ડેસરમાં 48 મીમી, સાવલીમાં 27 મીમી અને ડભોઈમાં 3 મીમી વરસાદ:પંચમહાલના કલોલમાં 32 મીમી, હાલોલમાં 15 મીમી, ઘોઘંબામાં 14 મીમી વરસાદ

અમદાવાદ :આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતમાં આવી પહોંચી છે. મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 થી 8 દરમિયાન રાજ્યના કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરા અને પંચમહાલ જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.
વડોદરાના ડેસરમાં 48 મીમી, સાવલીમાં 27 મીમી અને ડભોઈમાં 3 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના કલોલમાં 32 મીમી, હાલોલમાં 15 મીમી, ઘોઘંબામાં 14 મીમી અને ગોધરામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.
વિસાવદરમાં 18 મીમી, કુંકાવાવ વડિયામાં 16 મીમી, ગારિયાધાર, આણંદ અને ગળતેશ્વરમાં 10 મીમી, આંકલાવમાં 9 મીમી, સાયલામાં 8 મીમી, મહેમદાવાદમાં 6 મીમી, ચોટીલા અને મહુધામાં 5 મીમી, પાટણ, વઢવાણ, કોટડા સંગાણી, ધારી, સાવરકુંડલા અને ખેડામાં 4-4 મીમી, દેત્રોજ-રામપુરા, લોધિકા, ભેસાણ, કપડવંજ, નડીયાદ, ઠાસરા, વસો અને સંખેડા 3-3 મીમી, દાંતા, કડી, પ્રાંતિજ, લખતર, જામકંડોરણા, ઉમરેઠ, પેટલાદ, ખંભાત, બોરસદ, કાથલાલ, રાણપુર અને જેતપુર પાવીમાં 2-2 મીમી જ્યારે ચાણસ્મા, શંખેશ્વર, માંડલ, વિરમગામ, દસાડા, જેતપુર અને બોડેલીમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
