તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
ગુજરાતના ૧૩૮ કાયદાઓમાં ફેરફારઃ વટહુકમની તૈયારી
ભારતીય ન્યાય સંહિતાનો આવતા સોમવારથી અમલઃ ફોજદારી ક્ષેત્રે જોગવાઇઓમાં સુધારો સાઇબર ક્રાઇમ નિવારવા પર ભારઃ વિડીયો કોન્ફરન્સથી આરોપીની જુબાની લઇ શકાશે

રાજકોટ તા. રપ :.. ભારતની સંસદે વર્ષ ર૦ર૩ માં પસાર કરેલા ૩ નવા ફોજદારી કાયદાઓનો ગુજરાત સહિત દેશભરમાં તા. ૧ જુલાઇથી અમલ થશે. રાજય સરકાર દ્વારા તેના અમલની પૂર્વ તૈયારી ચાલી રહી છે. કેન્દ્રના કાયદાઓના રાજયમાં અમલ માટે વિધાનસભામાં તેને બહાલી આપવી જરૂરી છે. હાલ વિધાનસભા સત્ર ચાલુ ન હોવાથી રાજય સરકાર તેને વટહુકમ દ્વારા અમલમાં લાવવા માંગે છે. કાયદાકીય ફેરફાર માટે બે-ત્રણ દિવસમાં જ વટહુકમ બહાર પડે તેવી માહિતી મળેલ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સંસદમાં મંજૂર થયેલા મુખ્ય ૩ કાયદાનો રાજયમાં અમલ કરતા પુવર્તમાન ૧૩૮ કાયદાઓમાં સુધારો આવશે. ગૃહ વિભાગે તેનો અહેવાલ તૈયાર કર્યો છે. તજજ્ઞોની મદદથી તૈયાર થઇ રહેલ વટહુકમ અમલમાં આવશે. ધારાસભ્યનું સત્ર મળે ત્યારે વટહુકમને કાયદાનું વિધિવત સ્વરૂપ આપવા માટે ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઓગસ્ટમાં ધારાસભ્યનું સત્ર મળે તેવી સંભાવના છે.
નવા કાયદાઓમાં સાઇબર ક્રાઇમ નિવારણ અને ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીનો દુરૂપયોગ કરી કરવામાં આવતા ગુન્હાની તપાસમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આરોપીઓને જેલમાંથી કે કબજાની અન્ય જગ્યાએથી વીડીયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં રજુ કરી જુબાની લેવાની જોગવાઇ થશે. તેના કારણે સમય-શકિત બચશે તેમજ ખૂંખાર આરોપીઓના કિસ્સામાં સલામતીનો પ્રશ્ન પણ નિવારી શકાશે. નવા કાયદાઓના અમલથી જુદા જુદા ગુન્હાઓની સજાની જોગવાઇઓમાં ધરખમ ફેરફાર થશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
