તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
કોર્ટમાં જો કેસ હારી જવાશે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરાશે : ઋષિકેશ પટેલ
સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઇ ઉમેરાઈ : હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારની અગત્યની જાહેરાત

ગાંધીનગર : ગુજરાત સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઇ ઉમેરવામાં આવી છે. હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારની અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવેથી કોર્ટમાં ચાલતા કેસો અને સંલગ્ન કેસોમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે. કોર્ટમાં કેસ દરમિયાન જો કેસ હારી જવાશે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરાશે. જો અધિકારીઓની બેદરકારીનાં કારણે કોઈ કેસ કોર્ટમાં હારીએ તો તે અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની રહેશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોરબી, વડોદરા, રાજકોટ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓની જવાબદારી અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
