તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
બનાસકાંઠા જિલ્લાને ધમરોળતા મેઘરાજા : સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો
બનાસકાંઠાના દાંતામાં અઢી ઇંચ,દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈચ વરસાદ: જૂનાગઢના વિસાવદરમાં પણ અઢી ઈંચ ધોધમાર વરસાદ પડ્યો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ અઢી ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન જૂનાગઢના વિસાવદરમાં પણ અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.
તાપીના ડોલવણમાં 22 મિમી, બનાસકાંઠાના લાખણીમાં 21 મિમી, પાટણના સિદ્ધપુરમાં 20 મિમી, બનાસકાંઠાના ધાનેરામાં 18 મિમી, મહેસાણાના ઉંઝામાં 12 મિમી વરસાદ વરસ્યો છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
