<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 88 તાલુકામાં વરસાદ વિસાવદરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ ખાબક્યો

ખેડામાં સવા બે ઈંચ, વડોદરાના ડેસરમાં પોણા 2 ઈંચ,પંચમહાલના કાલોલમાં સવા 2 ઈંચ અને વડોદરાના પાદરામાં 1 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજયમાં  સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો છે. આ સિવાય ખેડામાં સવા બે ઈંચ, વડોદરાના ડેસરમાં પોણા 2 ઈંચ,પંચમહાલના કાલોલમાં સવા 2 ઈંચ અને વડોદરાના પાદરામાં 1 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.

   જયારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ અઢી ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન જૂનાગઢના વિસાવદરમાં પણ અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.

(7:37 PM IST)