<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

વડોદરાના પાદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :ધોધમાર વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા

પાદરાના પાણીની ટાંકી, ટાવર રોડ સહીત નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી

વડોદરાના પાદરામાં આજે બપોર બાદ મેઘાવી માહોલ છવાયો હતો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા હતા. 

   ધોધમાર વરસાદ ખાબકતા પાદરાના પાણીની ટાંકી, ટાવર રોડ સહીત નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેના કારણે પાદરા નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

  પાદરા નગર પાલિકાના તંત્રની પ્રિમોન્સુન કામગીરી કોણ જાણે કેવી કરવામાં આવી કે વરસાદના શરૂઆતી દોરમાં જ નીચાણવાળા વિસ્તારો સહીત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જેમાં પાદરાના નીચાણ વાળા વિસ્તાર, પાણીની ટાંકી, નવા એસ.ટી.ડેપો પાસે તથા જૂના એસ.ટી. ડેપો રોડ, કોઠી ફડિયા પાસે પાણી ભરાઈ ગયા છે

આ વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાદરામાં જાણે કે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ થતા વાહન ચાલકો અટવયા છે. બંધ પડેલા વાહનોને કેટલાય વાહન ચાલકો ધક્કા મારીને તો કેટલાક વાહન ચાલકો રસ્તા પર બંધ હાલતમાં છોડીને જવા મજબુર બન્યા છે

(7:55 PM IST)