<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ડાંગમાં પહેલા વરસાદમાં જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું

જિલ્લામાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ :ડાંગ છે ગુજરાતનો સૌથી સુંદર જિલ્લો

ડાંગ,તા.૨૫ : સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાની પધરામણી કરી દીધી છે ત્યારે ડાંગ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

નદીઓમાં નવા નીર ની આવક સાથે નાના-મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઇ માર્ગ નજીક શિવ ઘાટ સક્રિય થયો છે. અહીં ચોમાસામાં નજરે પડતો નજારો નયનરમ્ય હોય છે.

વઘઇ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય  અને જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

(8:10 PM IST)