તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
સુરત ક્રાઈમ બ્રાન્ચની ડ્રગ્સ પેડલરો સામે તવાઈ
૪૦ લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરાયું : ૨૪ કલાકમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી ૭ આરોપીને ઝડપી લીધા

સુરત,તા.૨૫ : ડ્રગ્સના દૂષણ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા પાંચ કેસ કર્યા છે.સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પાંચ ગુના નોંધીને ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્પકનો પર્દાફાશ થયો છે.કુલ ૪૦ લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
રેલવે મથક પર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે . આરોપી રાબિયા અને સફીકના CCTV સામે આવ્યા છે. MD ડ્રગ્સ લઇને બંને ટ્રેનમાંથી ઉતરતા નજરે પડ્યા હતા.બંને રેલવે મથકથી બહાર નીકળતા જ ઝડપાઇ ગયા હતા
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
