તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th June 2024
નર્મદા જિલ્લામાં નારી સંરક્ષણ ગૃહની સ્થાપના કરવા બાર એસોિયેશનની કલેકટરને રજૂઆત
નર્મદા જિલ્લો બન્યાના ૨૭ વર્ષ બાદ પણ જિલ્લામાં નારી સંરક્ષણ ગૃહ નથી, તેના કારણે નિરાધાર સ્ત્રીઓના રહેઠાણ અને રક્ષણનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયાના ૨૭ વર્ષ બાદ પણ જિલ્લામાં નારી સંરક્ષણ ગૃહ નથી માટે નિરાધાર સ્ત્રીઓ માટે ઘણી તકલીફો ઉભી થતી હોવાથી નર્મદા જિલ્લા બાર એસોિયેશનએ આજરોજ નર્મદા કલેકટરને આવેદન આપ્યું હતું.
નર્મદા બાર એસોિયેશનના પ્રમુખ વંદના ભટ્ટ સહિતના હોદ્દેદારો અને સભ્યોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાની સ્થાન સને ૧૯૯૭ માં થઈ છે તેમ છતા આજદીન સુધી નર્મદા જીલ્લા ખાતે નારી સંરક્ષણ ગૃહની સ્થાપના કરવામાં આવી નથી.
નર્મદા જીલ્લામાં સ્ત્રીઓ ના રક્ષણ અને સંરક્ષણ હેતુ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રશ્ન, નિરાધાર સ્ત્રીઓના રહેઠાણ અને રક્ષણનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય તેમજ ન્યાયાલયોમાંથી નિરાધાર સ્ત્રીઓને નારી સંરક્ષણ ગૃહ હેતુ ભરૂચ મુકામે ખસેડવા તજવીજ કરવી પડતી હોય છે જે ખુબજ ખર્ચાળ અને ભય ભરેલુ હોય છે. અને એમાં ટ્રાવેલિંગ દરમીયાન આવી સ્ત્રીઓના સંરક્ષણની જવાબદારી પોલીસ ખાતા તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્રારા મોટા ખર્ચાઓ કરવામાં આવે છે. નર્મદા જીલ્લો બન્યા ના ૨૭ વર્ષ પછી પણ આપણા જીલ્લામાં નારી સંરક્ષણ ગૃહની કોઈ યોગ્ય વ્યવસ્થા થઈ ન હોય યોગ્ય સુરક્ષા સુનુચ્છીત કરવા આ આવેદન પત્ર આપને પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે જયાં જયાં આ અંગેની રજુઆત કરવાનું જરૂરી હોય ત્યાં ત્યાં આપના મારફતે યોગ્ય પ્રોસીઝર કરી નર્મદા જીલ્લાામાં તાત્કાલીક નારી સંરક્ષણ ગૃહની સ્થાપના કરવામાં સહભાગી બનશો તેવી નર્મદા બાર એસસિયેશન દ્વારા માંગ કરાઈ છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
