<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા નર્મદા બાર એસસિયેશનનું કલેકટરને આવેદન

બાર એસસિયેશનના પ્રમુખ કુ. વંદના ભટ્ટની આગેવાનીમાં આપેલા આવેદનમાં છેલ્લા ઘણા વર્ષોમાં વકીલાતના વ્યવસાય પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થતાં આ માંગ કરાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોિયેશન દ્વારા નર્મદા કલેકટરને એક આવેદનપત્ર આપી રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા રજૂઆત કરવામાં આવી 

 

નર્મદા બાર એસસિયેશનના પ્રમુખ કુ. વંદના આઇ ભટ્ટ ની આગેવાનીમાં આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ અમે, ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિયેશનના સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલા ઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસીએસન માંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છીએ વકીલો ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે ની લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે. અને હાલમાં ગુજરાતના ૧,૫૦,૦૦૦ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વકીલાતના વ્યવસાય પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને, અમારી સમિતિ (ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન) નમ્રતા પૂર્વક માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે.

જો વકિલો અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહી હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહિ. વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેમના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થઇ પડ્યું છે, આથી, અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્ય વિધાનસભા વકીલ સુરક્ષા અધિનિયમ તાત્કાલિક પસાર કરે, જે વકીલોના હિતને સુરક્ષિત કરે અને કાનૂની વ્યવસાયમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે તેવી નર્મદા બાર એસસિયેશન દ્વારા માંગ કરવામાં આવી છે. 

આખા ગુજરાત ના તમામ બાર એસો. એ આજે આ સરખું આવેદન પત્ર જે તે જિલ્લા માં આપી વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા માંગ કરી છે.

(10:33 PM IST)