તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજપીપળાના વડીયા જકાતનાકા પાસે રિક્ષા ચાલકે પગપાળા જતાં વ્યક્તિને ટક્કર મારતા ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વડીયા જકાતનાકા પાસેથી પગપાળા જઈ રહેલા એક વ્યક્તિ ને પૂરપાટ આવી રહેલી રિક્ષાએ અડફટમાં લેતા રાહદારી ને ગંભીર ઈજાઓ બાદ સારવાર માટે દાખલ કર્યા છે
મળતી માહિતી અનુસાર પુષ્પાબેન સુનિલભાઈ મેઘનાથભાઈ મોરે ( રહે-વડીયા તુલસીધામ સોસાયટી મકાન નંબર-૧૬ તા-નાંદોદ જી-નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ રીક્ષા નં-GJ-22-V-1017 ના ચાલકે તેના કબ્જાની રીક્ષા પુરઝડપે હંકારી લાવી પુષ્પાબેનના પતિ કે જેઓ પગપાળા જઈ રહ્યા હતા તેમને રિક્ષા અથાડી પતિ સુનિલભાઈ મેઘનાથ મોરેને બન્ને હાથના કોણીના ભાગે તથા પીઠના પાછળના ભાગે તથા જમણા ખભાના ભાગે તથા માથાના પાછળના ભાગે ગેબી ઈજા પહોચાડી હોય તેઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. રાજપીપળા પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
