News of Thursday, 27th June 2024
ગૌરીવ્રત પૂર્વે આકરા ઉપવાસની નોબત કાજુના ભાવમાં રૂપિયા ૩૦૦નો વધારો
આફ્રિકામાં પાક ઓછો ઉતરતા સ્થાનિક બજારમાં ઉથલ-પાથલ : બે મહિનામાં કાજુનો ભાવ રૂા. ૬૦૦થી વધી રૂા. ૯૦૦એ પહોંચ્યો

વડોદરા,તા. ૨૭: આફ્રિકામાં કાજુનો પાક ૫૦ ટકા ઓછો ઉતરતા ભારતના વેપારીઓએ નોંધાવેલા સોદા રદ કરાયા છે. જ્યારે બીજી બાજુ કર્ણાટક, કોંકણ, ઓડિસા સઞિતના વિસ્તારોમાં કાજુનું ઉત્પાદન ખૂબજ ઘટતા છેલ્લા બે મહિના દરમિયાન કાજુનો ભાવ રૂાફ ૬૦૦ થી વધીને રૂા. ૯૦૦ સુધી પહોંચ્યા છે.
શહેરના બજારમાં રોજ સરેરાશ ૨૦૦ થી ૨૫૦ ડબ્બા કાજુ આવ. છે. જેનો બહુધા ઉપયોગ મીઠાઇ, બેકરી આઇટમ્સ, આઇસ્ક્રીમ, પંજાબી સબ્જીની ગ્રેવી સહિત હોટલ-રેસ્ટોરાંમાં પણ ખૂબજ ઉપયોગ કરાય છે. સૂકામેવા વેપારી પ્રવિણ મહેશ્વરી-પરમેશ્વર ઉલ્લેખ્યુ હતુ કે સ્થાનિક બજારમાં કાજુાં ૭૦ થી ૮૦ ટકા માલ નોર્થ આફ્રિકા, ટોગો, નાઇજીરિયા, આઇ.વી.સી.,ઘાના સહિતના દેશમાંથી આયાત કરાય છે.
અલબત્ત આ વર્ષે કોઇ કારણસર કાજુનું ઉત્પાદન ૫૦ ટકા ઘટયુ છે. જેથી કાજુ પકવતા દેશમાંથી ભારતના વેપારીઓએ નોંધવેલા સોદા રદ કરાયા છે. જ્યારે બીજીબાજુ દેશના વિવિધ વિસ્તારોમાં પણ કુદરતી કારણોસર કાજુનું ઉત્પાદન ખૂબ જ ઘટયું છે. એપ્રિલ મહિનામાં ડબ્લ્યુ-૩૨૦ કવોલિટીના ૧ કિલો કાજુ રૂા. ૬૦૦ના ભાવે મળતા હતા. જેના ભાવ જૂના મહિનામાં રૂા. ૯૦૦ સુધી પહોંચ્યો છે. સૂકામેવાના વેપારી રાજુ મહેશ્વરીએ ઉમેયુ હતુ કે આફ્રિકાથી કાજુના બીજ મગાવી બોઇલરમાં પ્રોસેસ કરી કાજુ તૈયાર કરાતા હતા. જે રો-મટિરિયલ્સના સોદા પણ રદ થતાં મુશ્કેલીના દાવળો ઘેરાયા છે. આગામી તા. ૧૭મી જુલાઇ ઘી ગૌરીવ્રત-અલૂણા વ્રતનો પ્રારંભ થશે એ પૂર્વે કાજુના ભાવ આસમાને પહોંચ્યા છે. ગૌરીવ્રતમાં કુંવારીકાઓ માટે ડ્રાયફ્રુટ મહત્વનો ભાગ ભજવે છે. આ વ્રત પૂર્વે ડ્રાયફ્રુટના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. (૨૨.૬)
અંજીર-પિસ્તા મોંઘા
શહેરના બજારમાં અમેરિકા સહિતના દેશોમાંથી આવતી બદામ રૂા. ૬૦૦ થી ૬૮૦ના ભાવે કવોલિટી મુજબ મળે છે અફઘાનિસ્તાનથી આવતા આલુ રૂા. ૪૦૦ થી ૫૦૦ દ્રાક્ષ રૂા. ૨૦૦ થી ૨૮૦, અમેરિકાના કેલિફોર્નિયા અને ચિલીથી આવતા અખરોટ રૂા. ૪૫૦ થી ૬૦૦ના ભાવે મળે છે સોલ્ટેડ પિસ્તા રૂા. ૯૬૦ થી ૭૦૦૦, ગ્રીન પીસ્તા રૂા. ૧૬૦૦ થી ૧૮૦૦ના ભાવે ૧ કિલો મળે છે. પરંતુ અફઘાનિસ્તાથી આવતા અંજીર રૂા. ૯૦૦ થી ૧૯૦૦ના ભાવે પણ ૧ કિલો મળે છે
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
