News of Thursday, 27th June 2024
ગુજરાતમાં ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી
એક લાખની જનસંખ્યા સામે ૧૭૪ને બદલે ૧૨૭ પોલીસ કર્મી : પાંચ વર્ષમાં રાજ્યમાં ૯૩,૬૯૧ કિલો ડ્રગ્સ, ૭૩,૧૭૩ ડ્રગ્સ પીલ્સ ઇન્જેકશન પકડાયા

અમદાવાદ,તા. ૨૭: ગુજરાતમાં ડ્રગ્સની બદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી, એક લાખની જન સંખ્યા સામે માત્ર ૧૨૭ પોલીસ કર્મી છે. ઉડતા ગુજરાત એ ભાજપની ગિફટ છે. ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે. ગુજરાતમાં દરરોજ ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩,૯૬૧ કિલો ડ્રગ્સ ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩,૧૬૩ ડ્રગ્સ પીલ્સ ઇન્જેકશન પકડાયા છે. તેમ ગુજરાત કોંગ્રેસ જણાવ્યું છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. છતા પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે. તેના કરતા બમણી ઘૂસણખોરી થાય છે પરંતુ હવે દારૂ પકડાવવો સામાન્ય બાબત થઇ છે. કારણ કે હવે ગુજરાતનો દરિયાકિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ નથી. કેન્દ્રના અહેવાલ મુજબ ગુજરાતમાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસે જવાન હોવા જોઇએ. જેની સામે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર ૧૨૭ પોલીસ જવાન છે. ગુજરાત કોંગ્રેસ આ આક્ષેપો કરી સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
ગુજરાતમાં ૧૭.૩૫ લાખ પુરૂષ, ૧.૮૫ લાખ મહિલા ડ્રગ્સના બંધાણી
રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષે ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭.૩૫ લાખ પુરૂષો જ્યારે ૧.૮૫ લાખ મહિલા ડ્રગ્સના બંધાણી છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે.
ડ્રગ્સ સામે લડાઇ
લડતી ૭૫થી વધુ
સંસ્થાઓની ગ્રાન્ટ બંધ
નશામુકિત અભિયાન અવેરનેસ એકિટવિટી, ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઇ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે
ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ ડ્રગ્સ
વર્ષ ૨૦૨૪ પકડાયેલો જથ્થો અંદાજીત કિંમત
૧૭ જાન્યુ અમદાવાદ કાર્ગો ૨૫ કરોડ
કોમ્પલેક્ષમાંથી ૫૦ કિલો
૨૩ ફેબ્રુ. વેરાવળ બંદરે ૫૦ કિલો થી વધુ ૩૫૦ કરોડ
૨૮ ફેબ્રુ. પોરબંદરના મધદરિયે ૩૩૦૦ કિલો ૨૦૦૦ કરોડ
૧૨ માર્ચ પોરબંદર સમુદ્ર કિનારે ૪૫૦ કરોડ
૭૦ થી ૮૦ પેકેટ
૨૮ એપ્રિલ પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ૬૦૦ કરોડ
૮૬ કિલો
૨૯ એપ્રિલ અરબી સમુદ્ર ૧૭૬ કિલો ૬૦ કરોડ
૨૦ જૂન કચ્છ કિક ૧૯ પેકેટ ૧૫૦ કરોડ
૨૧ જૂન કચ્છના જખૌ ૨૭ પેકેટ ડ્રગ્સ ૩.૫૦ કરોડ
પોરબંદર પાસે ૧૭૩ કિલો ડ્રગ્સ
૨૨ જૂન અમદાવાદ અને કચ્છ અમદાવાદથી ૫ કરોડ
કચ્છથી ડ્રગ્સ
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
