News of Thursday, 27th June 2024
ત્રણ દિવસમાં એક સાથે ૧૬ને પાસાના પીંજરે પૂરતા સુરત સીપી
ચાર્જ લીધાની સાથે ૧૨ દિવસમાં કાયદો વ્યવસ્થા જડબેસલાક બનાવવા ૪૨ લોકોને પાસામાં અનુપમસિંહ ગેહલોતે પૂર્યા હતા. : રેકોર્ડબ્રેક કામગીરી જેમના માર્ગદર્શનમાં ચાલે છે તેવા પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા કહે છે કે આ સીલસીલો અટકવાનો નથી

રાજકોટ તા.૨૭: રીઢા ગુનેગારો સામે જંગ માંડી આસપાસના જિલ્લાના વોન્ટેડ અપરાધીઓને પણ રેન્જ વડા પ્રેમવીરસિંહ સાથે સંકલન કરી ઝડપી લેનાર અને ચાર્જ સાંભળ્યાના પ્રથમ ૧૨ દિવસમાં ૪૨ લોકોને પાસાના પીંજરે પોતાની એક્ટિવ બ્રાન્ચ પીસીબીની મદદથી ૪૨ લોકોને પાંજરામાં અને સંખ્યાબંધ લોકોને તડીપાર કર્યા બાદ છૂટક છૂટક અપરાધીઓને પાસામાં પૂરવાની રણનીતિ અંગે લોકોએ ખૂબ આવકાર આપતા વિવિધ અપરાધો દ્વારા સામાન્ય પ્રજાને પિડનાર લોકોને પીસીબી પીઆઇ આર.એસ. સૂવેરાં ટીમને રાત દિવસ કામે લગાડી છેલ્લા ત્રણ દિવસમાં ૧૬ લોકોને પીંજરે પૂરતા ખળભળાટ મચી ગયો છે.
પોલીસ કમિશનર સાથે કદમ મિલાવી લોક હિતમાં રીઢા ગુનેગારો માટે મજબૂત કાયદાકીય ગાળિયો ત્યાર કરનાર પીસીબી પીઆઇ આર. એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં ઉકત કાર્યવાહીને સમર્થન આપેલ છે.
અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે પોલીસ કમિશનરશ્રી લોક હિતમાં જયારે અથાગ મહેનત કરે છે, ઓફીસ અને બંગલાની એક જ દીવાલ છે, અને ચાલીને પણ બંગલા પર જઈ શકાય એટલું અંતર છે છતાં તેમનું ઓફિસમાં ટિફિન આવે છે, અને કામથી થોડી ફુરસદ મળે ત્યારે બપોરે ત્રણ વાગે લંચ લેતા હોય ત્યારે તેમના હાથ મજબૂત બનાવવા તે મારી અને મારી પીસીબી શાખાની નૈતિક ફરજ છે કે તેમના હાથ મજબૂત બનાવવા.
પીસીબી પીઆઇ સુરત આર.એસ. સુવેરાં જણાવે છે કે ગૌમાસ વેચાણ , બાળકીઓ સાથે છેડતી, માસૂમ સાથે દુષ્કર્મ, હત્યા, મોબાઈલ ચોરી, મારામારી તેમજ દારૂની પ્રવૃત્તિઓ કરનાર શખ્સો સામે પાસાનો કોરડો વીંઝી અલગ અલગ જેલોમો મોકલવામાં આવ્યા છે.
આ આરોપીઓમાં મૂળ બોટાદના બાબુભાઈ પટેલ, મૂળ ઉત્તરપ્રદેશના સમદ ઉર્ફ બટકો, મૂળ મહારાષ્ટ્રના યુસુફ શેખ, મૂળ ઉતર પ્રદેશના ગોલુસિહ, મૂળ ઉતર પ્રદેશ શેલેન્દ્ર દ્વિવેદી તથા વિશાલસિંહ રાજપૂત, મૂળ ભાવનગર જિલ્લો દેવેન્દ્રપરી સાથે મૂળ સાઉથ ગુજરાતના સીમિત ચૌધરી, મૂળ જૂનાગઢ પંથકનાં ધ્રુવિલ, મૂળ બિહારના નવલસિંહ, મૂળ ઉત્તરપ્રદેશના અનુપમકુમાર, પ્રદીપકુમાર અને મૂળ મહારાષ્ટ્રના સુનિલ અને તેજસનો સમાવેશ છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
