News of Thursday, 27th June 2024
ચોરી કરવા કાર ઉઠાવી સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક બે નહીં ૭૧ ચોરીઓ કરનાર આ બંને અનોખા ચોરને આખા ગુજરાતની પોલીસ શોધી રહી છે
પોતાના જ ગુન્હાઓના રેકોર્ડ રાખતા બીજા ચોર સાથે જેલમાં મિલન થતાં મિલકત વિરોધી ગુન્હાઓ આચરી હાહાકાર સર્જી દેનાર ચોરની દાસ્તાન અકિલા સમક્ષ પીએસઆઇ પી.એમ. ધાકડા વર્ણવે છ : વડોદરા સીપી નરસિંહમાં કોમાર,જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી મયુરસિહ રાજપૂતના માર્ગદર્શનમાં ઝડપાઇ જતાં લોકો સાથે પોલીસે પણ સંતોષનો શ્વાસ લીધો

રાજકોટ તા.૨૭: વડોદરા શહેરમાં છેલ્લા દશેક દિવસથી ચેન સ્કેચિંગનાં વધતા બનાવો સતત જાગૃત એવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર જેવા આઇપીએસથી છુપા ન રહ્યા, આ બાબતે જેસીપી મનોજ નિનામા, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્ચ ટીમને વિવિધ ટીમો સાથે મેદાને ઉતાંરતા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ૭૧ જગ્યાએ ચોરીઓ કરી હાહાકાર મચાવનાર તથા સીસીટીવી કેમેરાઓ સહિત ચોરીઓ કરી , સોશ્યલ મીડિયા પર પોતાના કારનામા નિહાળી અને તે સહિત બે અનોખા તસ્કર ઝડપાયા હોવાનું પીએસઆઈ પી.એમ. ધાકડાએ અકિલા સાથે રસપ્રદ કથા વર્ણવતા જણાવ્યું છે.
ઇન્ચાર્જ એસીપી મયુરસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ પીઆઇ આર.જી.જાડેજાને આ ટીમનું નેતૃત્વ સુપ્રત થતાં, અમારા પેટ્રોલિંગ દરમિયાન કોથળા કે જેમાં ઘણા મુદ્દામાલ સાથે સીસીટીવી કેમેરા પણ હતા તેના બિલ માંગતા બિલ બાબતે ગલ્લા તલ્લા કરેલ. વિશેષ પૂછપરછ હાથ ધરતા જેને આખા ગુજરાતની પોલીસ શોધે છે તેવા આ ખૂબ ચાલાક અપરાધી હોવાનું જણાતા તેની આગવી ઢબે પૂછપરછ કરતાં જેલમાં થયેલ દોસ્તી આ બન્ને લોકોએ રેકર્ડ સર્જવો હોય તેવી રીતે ચોરીઓ કરી હોવાનું ખુલવા પામેલ.
અમારા હાથમાં આણંદ જિલ્લાનો જીગ્ગો તથા વલસાડનાં ધરમપુર વિસ્તારનો વિજય ઉર્ફ વિશાલ હાથમાં આવતા જ તેની ગુન્હાહિત ઇતિહાસ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગરથી માંડી આણંદ સુધીના કારનામા ખુલતા વિવિધ પોલીસ દ્વારા તેમના કબ્જા માટે અદાલત દ્વારા માંગણી શરૂ થયેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
