<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

અમદાવાદમાં નારોલમાં ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ ભભૂકી :વિદ્યાર્થીઓ અને વાલીઓને તાકીદે સુરક્ષા સ્થળ પર ખસેડયા

આગ પર કાબૂ મેળવી લીધો શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન :નારોલ વિસ્તારમાં આગ લાગવાની આ અઠવાડિયામાં બીજો બનાવ

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં એક સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. તે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ એને વાલીઓએ સુરક્ષા સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં કેટલાય દિવસથી આગના બનાવો બનતા હોય છે. આજે સવારે નારોલ વિસ્તારમાં આવેલી ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગનો બનાવ બન્યો હતો. તે સ્કૂલમાં કુલ 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને તાત્કાલિક સુરક્ષા સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. અને આગનો બનાવ  બનતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી.
ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી હતી. પણ ગણતરી કલાકોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવામાં આવે છે. પણ આગ લાગવાથી કોઈ મોટી જાનહાની થતા  બચી ગઈ હતી. નારોલ વિસ્તારમાં આગ લાગવાની આ અઠવાડિયામાં બીજો બનાવ છે.

(1:50 PM IST)