<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

અમદાવાદમાં BU પરમિશન નહીં હોવાના કારણે સ્કૂલ, ફૂડકોર્ટ સહિત 29 એકમો સીલ કરી દેવાયા

ગોપી દાલબાટી, પંજાબ માલવા રોજ, કાકા ભાજીપાવ, ધ બર્નિંગ ફૂડ, તેમજ વસ્ત્રાપુરની લિટલ જિનિયસ પ્રી-સ્કૂલ, બોપલની લિટલ એન્જલ પ્રી-સ્કૂલ સામે કાર્યવાહી

અમદાવાદમાં 12 સ્કૂલ -પ્રી-સ્કૂલ, 7 ફૂડ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ શેડના બાંધકામ મળી 29 એકમ સીલ કરવામાં આવ્યા છે. જેમાં ગોતા પાસે આવેલી ગોપી દાલબાટી, પંજાબ માલવા રોજ, કાકા ભાજીપાવ, ધ બર્નિંગ ફૂડ, તેમજ વસ્ત્રાપુરની લિટલ જિનિયસ પ્રી-સ્કૂલ, બોપલની લિટલ એન્જલ પ્રી-સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટની ગેમ ઝોન પછી ની ઘટના પછી 375 એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ એકમોને સીલ કરાયા છે જેમાં પંજાબ માલવા લોજ, ગોતા,કાકા ભાજીપાવ, ગોતા ક્રીમ હોલિક કાફે, ગોતાગોપી દાલબાટી, ગોતાધ બર્નિંગ ફૂડ કોર્ટ, ગોતાજય માતાજી હોટલ, ગોતાધ જ્ઞાન કાફે, ગોતા
લિટલ જિનિયસ પ્રી સ્કૂલ, વસ્ત્રાપુરલિટલ એન્જલ પ્રી સ્કૂલ, બોપલજ્યુપીટર કિડ્સ અલોહા, ગોતા જ્ઞાનજ્યોત પ્રી સ્કૂલ, બોપલ શાંતિ જુનિયર, ઘાટલોડિયા મહાવીર પ્રાયમરી સ્કૂલ, સરખેજ મોમસ વન્ડર પ્રીસ્કૂલ, હાંસોલ

(2:04 PM IST)