News of Thursday, 27th June 2024
NFSU, ગાંધીનગર ખાતે ઓનસાઇટ ડ્રગ્સ ડિટેક્શન કીટનું અનાવરણ

રાજકોટઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે‘ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ' નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જયંત મિશ્રા, યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ, દક્ષિણ એશિયા; શ્રી પાટીલ કેતન બલીરામ, અધિક નિયામક, અમદાવાદ ઝોનલ યુનિટ, NCB અને ડો. જે.એમ. વ્યાસ, NFSUના કુલપતિની ઉપસ્થિતિમાં ‘પરિચયન' નામની ઓનસાઇટ ડ્રગ્સ (NDPS) ડિટેક્શન કીટનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, હરિયાણાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કર્યા હતા. પ્રો. (ડો.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર અને ડિરેક્ટર, SFSL-હરિયાણા દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સહુએ નશામુક્ત જીવન માટેના શપથ પણ લીધા હતા. નશામુક્ત ભારત અંગે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી, વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારત અંગેની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. NFSUના વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ અંગે એક જનજાગૃતિ રેલીનું આયોજન પણ થયું હતું. જેને શ્રી વિકાસ સહાય, ડીજીપી, ગુજરાત અને પ્રો. (ડો.) એસ.ઓ. જુઆને, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવાયું હતું.પ્રો. (ડો.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડો.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; પ્રો. (ડો.) સતીશ કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ભોપાલ; ડો. આસ્થા પાંડે, હેડ, CoE-NDPS; કાર્યક્રમ દરમિયાન NFSUના વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, ફેકલ્ટી, સ્ટાફ સભ્યો અને NFSUના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
