<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામનગર, રાજકોટ, સુરત સહીત ૧૦ જીલ્લામાં વરસાદનું ઓરેન્‍જ, એલર્ટ જાહેર

આગામી પ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા. ર૭ : આજનું હવામાન વરસાદ, ગુજરાત હવામાન આગાહીઃ ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડવાની શકયતા હવામાન વિભાગે વ્‍યક્‍ત કરી છે. આજે ૨૭ જૂનના રોજ જામનગર, રાજકોટ, મોરબી, સુરત સહિત ૧૦ જિલ્લામા અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરાયું છે. જ્‍યારે કચ્‍છ, સુરેન્‍દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને વડોદરા સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની શકયતાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે ૨૭ જૂનના રોજ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની શકયતાના પગલે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જ્‍યારે કચ્‍છ, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, તાપી અને ડાંગમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

૨૮ જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શકયતાના પગલે ઓરેન્‍જ એલર્ટ જ્‍યારે કચ્‍છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્‍યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્‍દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

૨૯ જૂનના રોજ કચ્‍છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

૩૦ જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. જ્‍યારે કચ્‍છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

૧ જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. જ્‍યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

૨ અને ૩ જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઘણા સ્‍થળોએ ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. જ્‍યારે કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

(4:33 PM IST)