News of Thursday, 27th June 2024
નારોલમાં આવેલી ડિવાઈન લાઈફ ઇન્ટરનેશલ સ્કૂલમાં આગ લાગી
સ્કૂલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી :ફાયર સિસ્ટમ ચાલુ હતી જેથી કોઈ જાનહાનિ થઈ નથી

અમદાવાદ, તા.૨૭
શહેરમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે આજે સવારે શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ડિવાઈન લાઈફ ઇન્ટરનેશલ સ્કૂલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગની ઘટના બનતાં જ સ્કૂલના બાળકોને બહાર કાઢી લેવાયા હતાં. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયરના જવાનોએ તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી.આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.સ્કૂલમાં ફાયર સિસ્ટમ ચાલુ હતી જેથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર બ્રિગેડ કંટ્રોલરૃમને મેસેજ મળ્યો હતો કે, નારોલ વિસ્તારમાં આવેલી ડિવાઇન લાઈફ ઇન્ટરનેશલ નામની સ્કૂલમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સ્કૂલમાં ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સામાન્ય આગ લાગતા તાત્કાલિક બૂઝાવી દેવામાં આવી હતી.
આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જ્યારે આ ઘટના બની ત્યારે સ્કૂલ ચાલુ હતી. જેથી આગ લાગવાની જાણ થતા જ સ્કૂલમાં ભણતા બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્કૂલમાં ફાયર સિસ્ટમ લગાવેલી હતી અને એનઓસી પણ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં એડવાઈઝરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
