<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

નર્મદા પોલીસ દ્વારા Say No to "DRUGS", Yes to Life” ના સ્લોગન સાથે રીક્ષા અને બસ ઉપર સ્ટીકરો લગાડાયા

જીલ્લામાં કુલ-૩૦૦ રીક્ષાઓ અને ૧૦૦ બસો ઉપર “ Say NO to “DRUGS” ના મથાળા વાળા સ્ટીકરો લગાડાયા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તારીખ ૨૬ જૂન ના રોજ ઉજવવામા આવેલ "International Day against Drug Abuse and Illicit Trafficking" અંતર્ગત સામાન્ય જનતાને માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરી થી થતી આડ અસરો બાબતે વધુમાં વધુ જાગૃત કરવા તથા નશીલા પદાર્થ અને માદક દ્રવ્યની પ્રવૃતિની માહિતી પોલીસને મળે તે સારૂ ટોલ ફ્રી નંબર ૧૯૦૮ ની બહોળી પ્રસિધ્ધી માટે પ્રચાર- પ્રસાર કરવા ઉપરી કક્ષા એ થી સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ જેવા નશીલા પદાર્થો અને માદક દ્રવ્યો વિરૂધ્ધ નર્મદા જીલ્લાના નાગરીકોમાં જન જાગૃતિ આવે તે માટે તા.૨૬ જૂન થી તા.૦૧ જુલાઈ દરમિયાન સતત એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જે સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે તા.૨૭ જૂન ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં " Say NO to "DRUGS” ના મથાળા વાળા સ્ટીકરો રીક્ષાઓ તથા GSRTC બસો ઉપર લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ-૩૦૦ રીક્ષાઓ અને ૧૦૦ બસો ઉપર “ Say NO to “DRUGS” ના મથાળા વાળા સ્ટીકરો લગાડવાની કામગીરી કરવામાં આવી છે.

(9:21 PM IST)