<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સિસોદ્રા ગામમાં ઘરનું છાપરું રિપેર કરનાર આધેડ નીચે પડતાં સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં પોતના ઘરનું છાપરું રિપેર કરનાર આધેડ નીચે પટકાતા મોત થયું હતું

મળતી માહિતી અનુસાર સાગરભાઇ બાબુભાઇ માછી (રહે. સિસોદ્રા માછીવાડ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ મરજનાર તેમના પિતા તા.૨૫/૦૬/૨૦૨૪ નાં રોજ પોતાનાં ઘરનાં છાપરા ઉપર તાડપત્રી મુકવા માટે ચઢેલા હતા. તે વખતે સાંજનાં આશરે સાડા છ વાગ્યાનાં અરસામાં ઘરના લાકડાની વળી ભાંગી જતા છાપરા ઉપરથી તેઓ નીચે પડી જતા શરીરે મુંઢ ઇજા થવાથી સારવાર માટે પ્રથમ સિવીલ હોસ્પિટલ રાજપીપળા ખાતે દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરતા ફરજ પરનાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(9:29 PM IST)