<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

નર્મદા : તારા પતિ મરી ગયેલ છે જેથી તુ ગામમાં રહેતી નહી , ગામમાંથી નીકળી જા કહી વિધવા ને માર માર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ચિત્રાવાડી ગામમાં વિધવા મહિલાને માર મારનાર સામે ફરિયાદ થતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર વર્ષાબેન દિનેશભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.૩૫). ( રહે.ચિત્રાવાડી પટેલ ફળીયુ તા.નાદોદ જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ દેવાભાઇ વસાવાની ચાની લારી પાસે દુધ લેવા માટે ગયેલ અને પરત પોતના ઘરે આવતા હતા તે વખતે ધર્મેશભાઇ મહેશભાઇ પટેલએ તેમને કહેલ કે, તારા પતિ મરી ગયેલ છે જેથી તુ તેમના ઘરે કે ગામમાં રહેતી નહિ અમારા ગામમાંથી નીકળી જજે તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી વર્ષાબેનએ ગાળો બોલવાની ના પાડતા ધર્મેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ બાજુમાં પડેલ લાંકડાનો ડંડો લઇને તેમને ત્રણ સપાટા ડાબા હાથની કોણીથી નીચેના ભાગે મારી ફ્રેક્ચર કરી તથા ધર્મેશભાઈ ઉપરાણુ લઇ આવેલાં (૨) રોમીનભાઇ મહેશભાઇ પટેલ તથા (૩) મહેશભાઇ નટવરભાઇ પટેલ (ત્રણેય રહે. ચિત્રાવાડી) નાઓ વારા ફરતી દોડી આવી વર્ષાબેનને ગંદી ગાળો બોલી ધોલ-ધાપટ કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:31 PM IST)