News of Thursday, 27th June 2024
32 મી રથયાત્રાને લઈ રાજપીપળા પોલીસનું DYSP કૃણાલ સિંહ પરમારની આગેવાનીમાં રૂટ નિરીક્ષણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આગામી તારીખ 7 જુલાઈના દિવસે ભગવાન જગન્નાથની 32 મી રથયાત્રા યાત્રા રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકળવાની હોય જેને લઈને રાજપીપળા પોલીસે DYSP કૃણાલ સિંહ પરમાર ની આગેવાનીમાં રૂટ નિરીક્ષણ કર્યું હતું.
થોડા દિવસ અગાઉ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે DYSP કૃણાલ સિંહ પરમારની આગેવાની હેઠળ શાંતિ સમિતિની બેઠક પણ યોજાઇ હતી.ત્યારબાદ હાલમાં રાજપીપળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ અને DYSP કૃણાલ સિંહ પરમારની આગેવાની માં તેમજ સાથે SOG પીઆઈ શિરસાઠ, રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા અને રથયાત્રાના આયોજકો સાથે રાધાકૃષ્ણ મંદિર થી તેનું રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રૂટ નિરીક્ષણ રાધાકૃષ્ણ મંદિર થી, લાલ ટાવર, રણછોડરાયજી મંદિર, જુના પોલીસ સ્ટેશન, આશાપુરી મંદિર, કાછીયાવાડ, મોટા માછીવાડ ગેટ થી નાગરિક બેંક, સફેદ ટાવર, જૂની સબ જેલથી પરત રાધા કૃષ્ણ મંદિર સુધી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
