News of Friday, 28th June 2024
બનાસકાંઠાના ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACBના દરોડા : ખેતીવાડી અધિકારી સહીત ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવાઈ હતી : ખાતરની દુકાનમાં ચેકીંગ દરમ્યાન વિસગતા આવતા POS મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ

બનાસકાંઠામાં ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મળતી માહિતી અનુસાર 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવામાં આવી હતી.
ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા
ખેતીવાડી અધિકારી ચંદ્રિકા થુબડીયા, ખેતીવાડી અધિકારી રાકેશ મકવાણા સહીત પ્રજાજન હિતેન્દ્ર ગગામી ACBનાં ઝપાટામાં આવી ગયા હતા. ACB દ્વારા ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ લોકો કુલ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ખાતરની દુકાનમાં ચેકીંગ દરમ્યાન વિસગતા આવતા POS મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. ત્રણેય લોકોને લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACBએ કાર્યવાહી હાથ ધરી હતી.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
