News of Friday, 28th June 2024
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વખત બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જવા નીકળેલા બે મુસાફરોને ઝડપી લેવાયા
બંને આરોપીઓ ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે મુસાફરી કરતા હોવાનો ધ્યાને આવતા ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જતા બે આગ અલગ મુસાફરો ઇમિગ્રેશનના હાથે પકડાયા છે, ત્યારે અમદાવાદ એસઓજીને તપાસ સોંપતા અમદાવાદ sog એ બંને મુસાફરો સામે ગુનો નોંધી ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ પર મુસાફરી કરનારા બે મુસાફરોની ધરપકડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી છે. આ બંને મુસાફરો દ્વારા ડુપ્લીકેટ પાસપોર્ટનો ઉપયોગ વિદેશમાં મુસાફરી કરવા માટે કર્યો હતો.
જેમાં એક મુસાફરનું નામ જગત બહાદુર દલામી છે. જે મૂળ નેપાળનો રહેવાસી છે. જેની પાસેથી દુબઈ જવા માટે સુરજસિંહ અકાલી નામનો પાસપોર્ટ ચંદીગઢથી બનાવ્યો હતો. આ પાસપોર્ટ આધારે દુબઈના વિઝિટર વિઝા મેળવ્યા હતા. જેના બદલામાં એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા.
બીજા મુસાફરની વાત કરીએ તો વડોદરાની બંસી રમેશભાઈ સવનિયાએ તેના પાસપોર્ટમાં છેડછાડ કરીને બંસી રામ ભાઈ મોઢવાડિયા નામનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જેની એરપોર્ટ સિક્યુરિટી ફોર્સને શંકા જતા ડોક્યુમેન્ટની ખરાઈ કરતા પાસપોર્ટ ડુપ્લીકેટ હોવાનું માલુમ પડ્યું હતું. બંને આરોપીઓ ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે મુસાફરી કરતા હોવાનો ધ્યાને આવતા બંને આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવા માટે કોની મદદ લેવામાં આવી હતી, તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
