<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

મારે મોટા થઈને ડોકટર કે ઉદ્યોગપતિ નહિ, લશ્‍કરમાં જોડાવું છે, નાના બાળકની ભાવનાથી સિનિયર આઇપીએસ આફ્રિન....

પહેલા ધોરણમાં પ્રવેશતા બાળકમાં દેશભક્‍તિની ભાવના નિહાળી એસીબી વડા શમશેરસિંહે સ્‍ટેજ પર એ બાળકનું સન્‍માન કર્યું : એક પ્રેરણાદાયક કિસ્‍સો

 રાજકોટ તા.૨૮ :  આજે નાનપણથી મોબાઈલમાં કાર્ટૂન જોવા આપે કે બીજા ગીતો સંભળાવે તો જ બાળક શાંતિપૂર્વક જમવા બેસતો હોય છે, અને પ્રવર્તમાન સમયમાં બાળકો વડીલ પાસેથી વિચારો મેળવી ડોકટર, ઇજનેર અને ઘણા મોર્ડન પરિવારમાં બાળક ફિલ્‍મો કલાકાર બનવાની ઈચ્‍છા ધરાવતો હોય છે, પરંતુ શિક્ષણનું મહત્‍વ સામાન્‍ય અને જરૂરિયાતમંદ કે ઓછું ભણેલા પરિવારમાં પણ સમજાય તે માટે મુખ્‍યમંત્રી, મંત્રીઓ અને આઇએએસ કે આઇપીએસ અધિકારીઓ પણ વિવિધ ગામોમાં સરકારી શાળા પ્રવેશ ઉત્‍સવમાં બાળકોને પ્રોત્‍સાહિત કરવા હાજર રહે છે. 

ગાંધીનગરના ડભોડા ખાતે શાળા પ્રવેશ ઉત્‍સવ પ્રસંગે સિનિયર આઇપીએસ લો એન્‍ડ ઓર્ડર વડા અને ઇન્‍ચાર્જ ર્ીણૂણુ વડા શમશેરસિંહ ઉપસ્‍થિત રહ્યા હતા. કુમારશાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. કુમળા મનમાં શુ બનવાની ઇચ્‍છાઓ છે તે જાણવાનો હળવાશથી પ્રયાસ કર્યો હતો. જેથી તેમને શાળાના બાળકો માં દેશભકિતના દર્શન થયા હતા. કુમાર શાળામાં બાલવાટીકામાં અભ્‍યાસ માટે દાખલ થયેલા શૌર્ય નામના નાના ભુલકાના જવાબથી ડીજીપી ગર્વિત થયા હતા અને બાળકેન સ્‍ટેજ ઉપર બોલાવી સમ્‍માન કર્યુ હતુ. બેગ તથા સાહિત્‍ય આપતી વખતે એક ભુલકાને તુ શુ બનવા માંગે છે એમ પુછયુ હતુ. જ્‍યારે બાળકે પોતે આર્મીમેન બનવા માગે છે એમ ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા નાના ભુલકાઓમાં પણ દેશભકિતની ભાવના જોઈને ગર્વિત થયા હતા.  તેમણે શોર્ય બાળકને સ્‍ટેજ ઉપર બોલાવીને સમ્‍માન કર્યુ હતુ.

ગુનાખોરી રોકવા માટે ૧૦૦ નંબરનો સૌથી વધુ ઉપયોગ કરવા વિશે પણ સમજ આપી હતી. ડીજીપીએ શાળાના પ્રદર્શનને નીહાળ્‍યુ હતુ.  સ્‍માર્ટકલાસને જોયો હતો. વળક્ષારોપણ કર્યુ હતુ. નાયબ કલેક્‍ટર (જમની સુધારણા), સરપંચ, જિલ્લા પંચાયત સદસ્‍ય, તાલુકા પ્રમુખ સહીત વાલીઓ અને ગ્રામજનોની હાજરી રહી હતી.

(11:46 AM IST)