તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 28th June 2024
આણંદમાં એસટી બસે સ્કૂલ રિક્ષાને ટક્કર મારતા બાળકો ગંભીર રીતે ઘાયલ
જૂના બસ સ્ટેશન સામે બાળકોને સ્કૂલ મૂકવા જતી રિક્ષાને એસટી બસે જોરદાર ટક્કર મારી: રીક્ષાને 15 ફિટ સુધી ઢસડી

આણંદમાં આજે એસટી બસ અને સ્કૂલ રીક્ષાની જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં રીક્ષામાં બેઠેલા બાળકોને ગંભીર રીતે અકસ્મતા થયો હતો. અને બાળકોને નજીકના હોસ્પિટલમાં સારવાર ખાતે લઈ ગયા હતા. અને અને એસટી બસે એટલી જોરદાર ટક્કર મારી હતી કે રીક્ષા 15 ફિટ સૂધી ઢસડી હતી. અને અકસ્માત થતા. પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજે વહેલી આણંદના જૂના બસ સ્ટેશન સામે સવારે સ્કૂલ રીક્ષામાં બાળકોને સ્કૂલ મૂકવા જતા એસટી બસે સ્કૂલ રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અને રીક્ષામાં બેઠેલા બાળકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તેમાંથી એક બાળકને માથાના ભાગે ઈજા થઈ હતી. અને બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે એસટી ચાલકે રીક્ષાને 15 ફિટ સુધી ઢસડી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો તરત જ મદદ માટે આવી ગયા હતા. અને રીક્ષામાં બેઠેલા બાળકોને બહાર કાઢીને 108ને ફોન કર્યો હતો.
રીક્ષામાં બેઠેલા બાળકોને ગંભીર રીતે ઈજા થતા. તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર ખાતે લઈ ગયા હતા. અને અક્સમાત થતા એસટીના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધી હતી. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
