<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ગુજરાત (સુરત)નું આ શ્રાપિત પોલીસ મથક પીઆઇ અતુલ સોનારા આશિર્વાદરૂપ બનતા ઇતિહાસ સર્જાયો

આ પોલીસ મથકના પીઆઇ સસ્‍પેન્‍ડ થવાના ભયમાં જ કયારે અહીથી બદલી થાય તેની આતુરતાથી પ્રતીક્ષા કરતા હોય છે, શ્રાપ દૂર થતાં પોલીસ સાથે લોકો પણ ત્રણ દિવસ આ અધિકારીના સન્‍માન માટે હરખભેર ઉત્‍સવ મનાવ્‍યો સહુથી વધુ જયાં ડ્રગ્‍સનો ખતરો છે, તેવા રાંદેર વિસ્‍તારમાં ૧ લાખની મેદનીમાં આ અધિકારીએ જાહેરમાં સોગંધ ખાધા કે માસૂમ ટીન એજરોને ઝેર પીરસતા પેડલરોને હું અન્‍ય પેડલરો ધ્રુજી ઉઠે તેવી સજા આપીશ પોતાના બાળકોને નજર સમક્ષ રાખી પત્‍ની પાસે પણ ડ્રગ્‍સ માફિયાઓને આ વિસ્‍તારનું નામ સાંભળી કાંપી ઉઠે તેવા પગલાં ભરીશ...સોશ્‍યલ મીડિયાનાં હોટ ટોપિક વીડિયોની ભીતરી કથા

રાજકોટ, તા., ર૮:  સુરત શહેરમાં ળ એમડી ડ્રગ્‍સ રોકવા અનેક પ્રયાસો છતાં માસૂમ બાળકો સુધી આ બદી અટકતી ન હતી, બીજી તરફ આ પોલીસ મથકમાં જાણે શ્રાપ હોય તેમ મોટાભાગના પીઆઇ કા સસ્‍પેન્‍ડ થાય કા તો બદનામ થાય, ટુંકમાં અહી નોકરી એટલે કયારે ઘેર બેસી જવું પડશે તેની ચિંતામાં જ ફરજ બજાવવી, અહી પોષ્‍ટીંગ મેળવનાર મોટાભાગના અમુક અપવાદ સિવાય સીપીને પોતાને પોલીસ મથક નહિ મળે તો ચાલશે, પણ સાઇડ પોષ્‍ટીંગ માટે સામેથી રજૂઆત કર્યાનાં દાખલા છે, આ વાત જેને ન સમજાય તેને નાની લાગે, પરંતુ આવી રજૂઆત કેટલી અઘરી હોય છે, તે જાણકારોને જ ખબર હોય.

તત્‍કાલીન સીપી અજય તોમર પણ વર્તમાન સીપી અનુપમસિંહ ગેહલોત માફક લોકોના સહકારથી ડ્રગ્‍સ વિરોધી ઝુંબેશ ચલાવતા હતા, તેઓ પણ રાંદેરથી આઘા ભાગતા અને આઘા ન ભાગે તો જેમ તેમ ગાડું ગબડાવે તેવી મનોવળત્તિથી વાકેફ હતા, અજય તોમરની ચિંતા દૂર થાય તેવો વિકલ્‍પ માણસપારખું આઇપીએસ હાલના જૂનાગઢ એસપી અને તત્‍કાલીન ડીસીપી હર્ષદ મહેતા સૂચવ્‍યો. આ ઉકેલ એટલે પીઆઇ અતુલ સોનારાને શ્રાપિત રાંદેર પોલીસ મથકનો ચાર્જ આપવો, સીપી પણ સહમત થયા. પીઆઇ અતુલ સોનારા તો આ વાત સાંભળી મનોમન હચમચી ગયેલ. કેટલાક મિત્રોએ સુરતથી બદલી કરાવી નાખવા સૂચવ્‍યું. પીઆઇ અતુલ સોનારા વિશ્વાસભંગ માટે રાજી ન હતા, બીજી તરફ અતુલ સોનારાં જેને પોતાના આદર્શ માને છે, અને સામાન્‍ય લોકોના હમદર્દ બનવાની પ્રેરણા જેમના થકી મળી છે તેવા એક સિનિયર આઇપીએસને આ સમસ્‍યા વર્ણવી, એ એડી.ડીજી લેવલનાં આઇપીએસે કહ્યું કે તમને કંઈક કરી બતાવવાની તક મળી છે, પડકાર ઝીલી લ્‍યો, અને આખરે ચાર્જ લીધો. નાનામાં નાના સ્‍ટાફ સાથે બેઠક કરી વિસ્‍તારનો ઇતિહાસ,ભૂગોળ, અસામાજિક તત્‍વો અંગે આખું લિસ્‍ટ અપડેટ કરી, માસૂમ બાળકો આજે બીજાના છે, પણ તમે કે હું આપણાં બાળકોને આ દુષ્‍ણથી રોકી નહી શકી, આ સાથે આખા પોલીસ મથકની ફોજ બની, વિસ્‍તારના લોકો આવી જ રાહમાં હતા, લોકો સાથે જોડાયા અને ડ્રગ્‍સ પેડલરોની રાજકોટ સીપી ઓફિસના લિંબડા જેવી ટ્રીટમેન્‍ટ આપતા, ખૂબ કંટ્રોલ આવ્‍યો, લોકો પણ આફ્રિન.

 આ દુષણ એક વિસ્‍તારને બદલે આખા સુરતમાંથી દૂર થાય તે માટે અનુપમસિંહ ગેહલોત દ્વારા પીસીબી, એસઓજી, ડીસીબી ટીમ મજબૂત બનાવવા એસઓજીમાં અતુલ સોનારાને પણ આ મામલે ખૂબ કાર્યરત પીઆઇ અશોક ચોધરી સાથે જવાબદારી સુપ્રત કરી. રાંદેર વિસ્‍તારમાંથી બદલી થતાં નાના માણસોને રિક્ષા માટે લોન, ગરીબ માણસના મકાન પચાવનાર લોકો સામે કાર્યવાહી અને આ વિસ્‍તારમાં જબરજસ્‍ત ધાકથી શાંતિ ફેલાવનાર આ અધિકારીને અહીથી છોડવા તૈયાર ન હતા, આ વિસ્‍તાર પોતે કાયમ સંભાળશે, અને એક ફોન કરતાં હાજર થશે તેવી લાગણીસભર ખાતરી આપ્‍યા બાદ ટીમના લોકો અને પોલીસ દ્વારા ત્રણ દિવસ વિદાય સમારોહ ચાલ્‍યો, જે ન્‍યુઝ સોશ્‍યલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે, તે અંગે લોકોમાં પ્રવર્તતી ઉત્‍કંઠા પાછળની આ કથા છે.

(11:57 AM IST)