તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ગાંધીનગરમાં અનુપમ આનંદની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે આવેલી શ્રી જે. એમ ચૌધરી શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ આયુક્તશ્રી અનુપમ આનંદની વિશેષ ઉપસ્થિતિથી શાળાની બાલિકાઓ ને પ્રોત્સાહન મળ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણનું સોપાન સર કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનાર દિકરીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
આ અવસરે શ્રમ આયુક્ત દ્વારા શાળાની નવી કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તથા ફુડ લેબનું ઉદ્ધાટન કરવા સાથે શાળાના વાર્ષિક અંકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.આ અવસરે શ્રી અનુપમ આનંદે વૃક્ષારોપણ કરી સમગ્ર શાળા પરિસર અને વર્ગખંડની મુલાકાત લીધી હતી
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
