News of Friday, 28th June 2024
નૌકા વિહારને પ્રોત્સાહન સાથે સલામતી માટે નવા નિયમો
દુર્ઘટના અટકાવવા પગલા : બોટીંગ ઓપરેટરોની જવાબદારી નિયતિ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૮ : ગુજરાત સરકાર દ્વારા જળક્રીડા (વોટર સ્પોર્ટ્સ) માટે વપરાતી કલાસ “C” ની બોટો માટેના સુદ્રઢ નિયમન, સંચાલન અને સુરક્ષા સુનિヘતિ કરવા માટે મુસદ્દારૂપ નિયમો બહાર પાડી તે બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રીસ દિવસના સમયગાળામા બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર મારફતે વાંધા અથવા સૂચનો આમંત્રિત કરેલ છે, જે સમયગાળો પુર્ણ થયા બાદ સદરહુ નિયમો આખરી કરવામાં આવશે.
નોંધણી અને દેખરેખની પ્રક્રિયા : જિલ્લા કલેકટરે વોટર સ્પોર્ટ્સ હસ્તકની નોંધણી અને કામગીરીની દેખરેખ રાખવાની રહેશે. જયારે વાર્ષિક સર્વે ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના સર્વેયર દ્વારા હાથ પરવામાં આવશે.
કેટેગરી C જહાજોનું વ્યાપક નિયમન : મુસદ્દારૂપ નિયમોના વ્યાપમાં ૧૦ મીટર કરતા ઓછી લંબાઈ ધરાવતા પ્લેઝર ક્રાફટ/બોટ અને અન્ય જળ રમત ક્રાફટ/બોટનો સમાવેશ થાય છે.
નવા નિયમોની
મુખ્ય વિશેષતાઓ
પ્રોત્સાહન, સલામતી અને સુરક્ષા પ્રોટોકોલ્સને મજબૂત કરવા માટે મજબૂત પગલાંની સાથે, યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ સાથે બોટિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવો.
બચાવ અને રાહત વ્યવસ્થાઓ : કટોકટીમાં ઝડપથી પ્રતિસાદ આપવા માટે પર્યાપ્ત બચાવ અને રાહત પદ્ધતિઓની જોગવાઈ.
અસરકારક અમલીકરણ ફ્રેમવર્ક : અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે કડક જોગવાઈઓનો સમાવેશ કરવો, સંબંધિત વિભાગો અને એજન્સીઓને જવાબદારીઓ સોંપવી અને સંકલન મિકેનિઝમ સ્થાપિત કરવું.
નિયમોના ઉલ્લંધન સબબ દંડની જોગવાઈ : ઉલ્લંઘનને રોકવા અને સલામતી ધોરણોનું પાલન લાગુ કરવા માટે દંડની રૂપરેખાની સાથોસાથ બોટિંગ ઓપરેટરીમાં જવાબદારી સુનિતિ કરવાની જોગવાઈઓઃ
સદરહું મુસદ્દારૂપ નિયમો સરકારી ગેઝેટમાં છુપાવવાની સાથોસાથ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળ https://pnt.gujarat.gov.in/ અને https://gmbports.org/એમ બન્ને વેબસાઈટ્સ પર પણ ઉપલબ્ધ છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
