<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

અમદાવાદ SOGએ 5.14 લાખનો એમડી ડ્રગ્સ સાથે ફિરોજ મેવાતી ઉર્ફે ભાઈમીયા હુસૈનની ધરપકડ કરી

SOGએ 51.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મણિનગરમાં કાંકરિયા ગેટ નંબર-1 સામેથી ઝડપી પાડયો

અમદાવાદ SOGએ રૂપિયા 5.14 લાખનો એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે આરોપીને ઝડપ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ફિરોજ મેવાતી ઉર્ફે ભાઈમીયા હુસૈન નામના વ્યક્તિને 51.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મણિનગરમાં કાંકરિયા ગેટ નંબર-1 સામેથી ઝડપી પાડયો છે. 

   આ આરોપી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે અને રેલવે મારફતે અમદાવાદ ખાતે આવ્યો હતો. જ્યારે એસોજીએ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતા એક મહિલા પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરાઈ હતી. ડ્રગ્સ કેસમાં પતિ જેલમાં જતા પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. ઝોન 7 LCBએ રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી અને જુહાપુરાની મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને 2.53 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં દરિયાપુરની ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું હતું.


 

(12:39 AM IST)