<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

લોન પર વાહન લેતા પહેલા નિયમ જાણી લેજો: ટાટા મોટર્સ ફાઇનાન્સ કંપની સાથે છેતપીંડી કરનાર બે ભાઈઓ સામે કંપનીએ આપી ફરિયાદ

ટાટા મોટર્સમાંથી વાહન લોન કરાવી વાહન લીધા બાદ હપ્તા નહિ ચૂકવી વાહન વેચી નાંખતા ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણ ગામમાં રહેતા બે ભાઈઓ એ હપ્તે લીધેલા વાહનના હપ્તા નહિ ભરી વાહન અન્ય ને વેચી ડેટા કંપનીએ બંને ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે
મળતી વિગતો અનુસાર ટાટા મોટર્સના ઝોનલ લીગલ ઓફીસરએ આપેલી ફરિયાદ મુજબ દાયમાં કન્સ્ટ્રક્શન ના પ્રોપરાઇટર ઈમરાનખાં અશરફખા દાયમાં તથા કો- બોરોવર વાહીદ ખાન આશરફખાં દાયમા (બન્ને રહે.રેંગણ તા. તિલકવાડા જી.નર્મદા) નાઓએ નવુ વાહન ખરીદવા ટાટા મોટર્સ ફાઇનાન્સ લીમીટેડ કંપનીની લોન કરાવી કંપનીની લોન ચાલુ હોય જેના હપ્તા નહી ચુકવી તથા એ વાહન કંપનીનુ (હાઇપોથીકેશન) માલિકીનું વાહન હોય અને જ્યા સુધી વાહનની લોન ચાલતી હોય ત્યા સુધી વાહન વેચી શકતા ન હોવા છતા ગઈ તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ રાજપીપલા ખાતે નોટરી કરાર કરી વેચી દઈ કંપની સાથે છેતરપીંડી કરી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે બંને ભાઈ વિરૂદ્ધ છેતપીંડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 AM IST)