તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ડેડીયાપાડાની માંચ ચોકડીથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ
મહારાષ્ટ્રના ખાપરથી બે કારમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં લવાતો હતો પોલીસે ઝડપી પાડતા બુટલેગરો કાર મૂકી નાશી છૂટયા : બે કાર સાથે 17.61 લાખ નો મુદ્દમાલ જપ્ત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:મહારાષ્ટ્રના ખાપરથી બે કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને ગુજરાતમાં સુરત બાજુ લઇ જતા બે બુટલેગરો ની બાતમી એ.એસ.પી/ લોકેશ યાદવ અને ડેડીયાપાડા પોલીસને મળતા રાત્રીના સમયે પોલીસે ચેકીંગ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આંતર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રોહી. ની ગેરકાયદેસર રીતે થતી ઘુસણખોરીને રોકવા સારૂ સઘન વાહન ચેકીંગ તથા પ્રોહીની ચોક્કસ બાતમી મેળવી ગેરકાયદેસર થતી પ્રવુત્તિઓ અટકાવવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચનાના આધારે ASP લોકેશ યાદવને બાતમી મળેલ કે, બે ફોર વ્હીલ ગાડીઓ મહારાષ્ટ્ર રાજ્યના ખાપર ખાતેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી સાગબારા થઈ ડેડીયાપાડા તરફ આવનાર છે, જે બાતમી ના આધારે ડેડીયાપાડા.પી.આઈ પી. જે. પંડ્યા એ તેમના સ્ટાફને આ ગાડીઓની વોચમાં રહેવા સુચના આપતા ડેડીયાપાડા પોલીસની આખી ટીમ સર્વેલન્સ સ્ટાફના તથા બીજા પોલીસ સ્ટાફના માણસો ડેડીયાપાડા માચ ચોકડી ખાતે હાજર રહી ચેકીંગ માં હોય એ દરમયાન બાતમી વાળી બન્ને ગાડીઓ આવતા આ શંકાસપદ ગાડીઓને ઉભી રાખી રોકવાનો ઈશારો કરતા ગાડીઓના ચાલકો એ ગાડી પૂર ઝડપી ભગાડી, ઉભી નહિ રાખતા પોલીસે તેમનો પીછો કરતા ગાડી થોડે દુર ઉભી રાખી સ્થળ ઉપર ગાડીઓ ચાલક તથા તેમની સાથેના અન્ય સાગરીતો અંધારાનો લાભ લઈ જંગલ તરફ નાશી ગયેલ, પોલીસે ગાડીઓ ને કબ્જે લઇ તપાસ કરતા બન્ને ગાડીઓ માથી ભારતીય બનાવટનો ઇંગ્લીશન દારૂની નાની મોટી બોટલો 2,140 જેની કિંમત 2,61,200 તથા બન્ને ગાડીઓની કિ.15 લાખ મળી કુલ 17,61,200 નો પ્રોહી મુદ્દામાલ ડેડીયાપાડા પોલીસ ને ઝડપી પાડવા માં સફળતા મળી હતી. ડેડીયાપાડા પોલીસે સ્થળ ઉપરથી ગાડીઓ મુકી નાશી જનાર તથા પકડાયેલ વિદેશી દારૂ કોને આપ્યો અને કોને ગુજરાતમાં મંગાવ્યો એ બાબત ની તપાસ પો.ઇન્સ. પી. જે. પંડયાકરી રહ્યા છે.
સ્થળ ઉપરથી ગાડી મુકી નાશી જનાર આરોપીઓ(૧) મિતેશભાઇ ઉર્ફે કાલો ઇશ્વરભાઇ વસાવા (રહે, નવાગામ કરારવેલ ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ )(૨) પ્રકાશભાઇ ઉર્ફે પકો વિનોદભાઈ વસાવા( રહે. નવાગામ કરારવેલ ફળીયા, તા અંકલેશ્વર જી. ભરચ) નાઓ સમાવેશ થાય છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
